Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3379

બ્રાઝિલમાં 10 ફૂટ લાંબો એનાકોન્ડા રસ્તો ક્રોસ કરતો જોવા મળ્યો, લોકોના પણ શ્વાસ અધ્ધર થઈ ગયા

  • પ્રકાશન તારીખ29 Apr 2019
  •  

ગત સપ્તાહે જ બ્રાઝિલમાં આવેલા પોર્ટો વેલ્હોના BR-364 હાઈવે પર જે શોકિંગ નજારો જોવા મળ્યો હતો તેનો વીડિયો જોઈને પણ લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. હાઈ-વે પર રસ્તો ક્રોસ કરતા એક મહાકાય એનાકોન્ડાને જોઈને પૂરપાટ ઝડપે આવતી ગાડીઓએ પણ બ્રેક મારી દીધી હતી. અંદાજે 10 ફૂટ લાંબા એવા આ સાપને જોઈને રાહદારીઓને પણ ધ્રાસકો પડ્યો હતો. કેટલાક લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જો કે ત્યાં હાજર એક પણ વ્યક્તિએ તેને હેરાન પણ નહોતો કર્યો કે પછી તેના પર મારી નાખવાના ઈરાદે હુમલો પણ કર્યો નહોતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો અપલોડ થતાં જ અંદાજે 35 હજાર કરતાં પણ વધુ લોકોએ શેર કરીને ત્યાં હાજર રહેલા લોકોની કામગીરી અને સૂઝબૂઝને વખાણી હતી. તમને એ પણ જણાવી દઈએ કે આ પ્રકારના એનાકોન્ડા ઝેરી હોતા નથી, જો કે તેમની પાસે જવામાં પણ જોખમ રહેલું હોય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP