• Home
  • Dvb
  • Dbv
  • viral video shows man releasing rat inside new jersey mcdonalds

અવળચંડાઈ / McDonaldમાં ડબ્બામાં ઉંદર લઈને ઘૂસ્યો શખ્સ, ગ્રાહકો કંઈ સમજે તે પહેલાં તો બધાની વચ્ચે છોડતાં જ થયું આવું

viral video shows man releasing rat inside new jersey mcdonalds

Divyabhaskar

Feb 17, 2019, 06:22 PM IST
ન્યૂ જર્સીમાં આવેલા McDonaldની અંદર એક શખ્સએ જે કારનામું કર્યું હતું તેના કારણે ત્યાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો સાથે જ હવે પોલીસ પણ તેની શોધખોળ કરીને તેને પકડવામાં લાગી ગઈ છે. લોકો સાથે મજાક કરીને તેની મજા લેવા માટે આ શખ્સ એક ડબ્બામાં સફેદ ઉંદર પૂરીને ત્યાં પહોંચી ગયો હતો. લોકો પણ તેના હાથમાં રહેલો ઉંદરવાળો ડબ્બો જોઈને ચમક્યા હતા. તેઓ વધુ કંઈ વિચારે તે પહેલાં બાળકને સાથે લઈને ગયેલી આ વ્યક્તિએ ઉંદરને બધાની વચ્ચે છોડી મૂક્યો હતો. જે બાદ ત્યાં ભારે અફડાતફડીનો માહોલ પેદા થયો હતો. લોકો પણ જ્યાં જગ્યા મળી ત્યાંથી દરવાજા તરફ ભાગ્યા હતા. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોને જોઈને લોકોએ તે વ્યક્તિના આવા પ્રેંક માટે વખોડ્યો હતો સાથે જ કહ્યું હતું કે કોઈ પોતાના મનોરંજન માટે આવી વિકૃત મજાક કઈ રીતે કરી શકે?
X
viral video shows man releasing rat inside new jersey mcdonalds

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી