• Home
  • Dvb
  • Dbv
  • Viral video of rajsthani bhabhi who appeal to vote

વાઈરલ થયો રાજસ્થાની ભાભીનો મતદાનની અપીલ કરતો વીડિયો, કહ્યું- નોટાનું બટન નહીં દબાવો તો જ મળશે નોટો

Viral video of rajsthani bhabhi who appeal to vote

Divyabhaskar.com

Nov 17, 2018, 05:36 PM IST

એક રાજસ્થાનની મહિલાનો એક મજેદાર વીડિયો વાઈરલ થયો હતો જેમાં તે જણાવે છે કે લોકો તેને ફોન કરીને કરીને તેમના પક્ષની ફેવરમાં વોટ કરવા માટે અપીલ કરવાનું કહે છે. આ વીડિયોમાં તે પોતાની જાતને ભાભી તરીકે સંબોધિત કરીને જણાવે છે કે મતદાન કોને કરવું અને કેમ કરવું. રાજકારણમાં આવવા માટે સહેજ પણ રસ નહીં હોવાનો જણાવી આ ભાભી લોકોના તર્કનો પણ જવાબ આપે છે. કોઈ જો એમ કહે કે ભાભી વોટ ના કરાય જઈને સીધું નોટાનું જ બટન દબાવી દેવાનું. બાદમાં આ ભાભી જણાવે છે કે ભાઈઓ ભૂલથી પણ નોટાનું બટન ના જ દબાવતા કેમ કે એવું કરશો તો નોટો એટલે કે રૂપિયા ઓછા મળશે, કેમ કે સારી અને સ્થિર સરકાર હશે તો જ રાજ્યમાં ધંધા રોજગાર વધશે. સાથે જ આવી સરકાર પસંદ કરવા માટે પણ મતદાન તો કરવું જ પડે કેમ કે વગર મતદાને તમે તમારી મરજીની સરકાર ક્યારેય પણ પસંદ નહીં જ કરી શકો. આ વીડિયો આજકાલની મતદાન માટે જોવા મળતી સરકારી જાહેરાતો કરતાં પણ વધુ અસરકારક હોવાનું સોશિયલ મીડિયામાં યૂઝર્સે જણાવ્યું હતું.

પ્લેટફોર્મ પર મહિલા પોલીસે ઝડપી ખુદાબક્ષ યુવતીને, માથાના વાળ ખેંચીને પટકી નીચે તો સામે યુવતીએ પણ કરી દેવાવાળી

X
Viral video of rajsthani bhabhi who appeal to vote

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી