શું આવા લોકો પણ દુનિયામાં હોય? રેલવેના ડબ્બામાં આ ચાચાએ જે કર્યું તે જોઈને નવાઈ લાગશે

viral video of Muslim man in Indian railway

Divyabhaskar.co.in

Sep 15, 2018, 05:08 PM IST

મારે શું ? સરેરાશ ભારતીયની આ જ માનસિકતા છે, જો કે સામે ઘણા કિસ્સાઓમાં તો જેની જવાબદારી કે ફરજ હોય તેવા અધિકારીઓ પણ આવી જ ફિલોસોફી રાખીને તેમની જવાબદારીમાંથી છટકી જાય છે. પણ આ મુસ્લિમ ચાચા એ લોકોમાંથી નહોતા કે જેઓ આફત જોઈને કે પછી તકલીફો દેખાય તો દિશા બદલી દે. એક રેલવેના ડબ્બામાં ગંદા પાણીથી ભરેલું વૉશ બેસિન અને અંદરના મુસાફરોની હાલાકી જોઈને તેઓ પોતે જ તે સાફ કરવા લાગ્યા હતા.લોકો પણ બે ઘડી તો આ બધું જોઈ રહ્યા હતા. માત્ર થોડી ક જ વારમાં આ બિરાદરે જે કામ કર્યું તે જોઈને બધાને શરમ પણ આવી હતી. આ મુસ્લિમ બિરાદરની આ અનોખી ઉમદા પહેલને સૌ કોઈ વખાણવા લાગ્યું હતું. હા, એ પણ સાચું જ છે કે આ જવાબદારી સરકારી અધિકારીઓની હતી પણ મદદની રાહ જોઈને બેસી રહેવું પણ પોસાય નહીં.

X
viral video of Muslim man in Indian railway

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી