લાકડામાંથી બનાવ્યું બે માળનું એકદમ ઊલટું ઘર, બધો સામાન પણ ઊંધો હોવાથી રહેવા માટે માફક ના આવતાં વાપર્યો આવો આઈડિયા

upside down house in bournemouth

Divyabhaskar.com

Nov 19, 2018, 07:09 PM IST
ઇંગ્લેન્ડમાં એક શખસે કંઇક અલગ કરવાની ઇચ્છાથી પોતાનું ઘર જ ઉલટું બનાવી દીધું. બે માળના ઘરમાં બે રૂમ, કિચન અને બાથરૂમ છે. સંપૂર્ણપણે ફર્નિશ્ડ ઘર લાકડામાંથી બનેલું છે. ઇંગ્લેન્ડના બર્નમાઉથ શહેરમાં બનેલું આ ઘર તૈયાર થવામાં 9 મહિનાનો સમય લાગ્યો છે. બ્રિટનના પ્રથમ અનોખા ઘરમાં રાખેલો તમામ સામાન ચોંટાડેલો છે. મોટા સામાનને ખીલીઓ મારીને સપોર્ટ અપાયો છે. ઘરના માલિકનું નામ ટોમ ડિરસે છે. જોકે, આ ઘર રહેવાલાયક નથી. તેથી ટોમે ઘર ફોટોગ્રાફી માટે ખુલ્લું મૂકી દીધું છે. તેનું કહેવું છે આજકાલ લોકો અનોખા ફોટા પડાવવા ઇચ્છતા
હોય છે. આ ઘર તેમના માટે છે. ઘરમાં ફોટા પડાવવા તેણે વ્યક્તિદીઠ 4 પાઉન્ડ (અંદાજે 370 રૂપિયા) એન્ટ્રી ફી રાખી છે. જોકે, લોકોને આ આઇડિયા ગમી રહ્યો છે. હવે લોકો અહીં અનોખા ફોટા પડાવવા માટે પહોંચી રહ્યા છે.

X
upside down house in bournemouth

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી