• Home
  • Dvb
  • Dbv
  • There is a mother's pain in the language of viral video of road accident

માની મમતા / ઘાયલ ગલૂડિયું ફરી કોઈ વાહન નીચે ના આવી જાય તે માટે માતા મારતી રહી વલખાં, સર્જાયું ઈમોશનલ દૃશ્ય

There is a mother's pain in the   language  of viral video of road accident

Divyabhaskar

Feb 08, 2019, 08:03 PM IST

સાઉથ ઈન્ડિયાના કોઈ રાજ્યના રોડ પર એક ઈમોશનલ નજારો જોવા મળ્યો હતો. અકસ્માતમાં ભોગ બનીને રોડ પર તરફડિયાં મારતા ગલૂડિયાની દયનીય દશા જોઈને તેની માતા આજુબાજુ ફરતી રહી હતી. કોઈ વાહનચાલકની બીજી ભૂલના લીધે હવે આ ઘાયલ બચ્ચું મરી ના જાય તે માટે આવતાં જતાં વાહનોને પણ તેનાથી દૂર રાખવા માટે મથામણ કરી હતી. લોકો પણ આ તમાશો જોઈ રહ્યા હતા કોઈની હિંમત નહોતી થઈ કે તેની પાસે જઈને આ બચ્ચાને બચાવે. જો કે બાદમાં એક મહિલાએ ત્યાં જઈને તે ગલૂડિયાને પોતાની ગોદમાં લઈને રોડ પરથી સાઈડમાં લીધું હતું. લોકોના આશ્ચર્ય વચ્ચે આ ગલૂડિયાની માતા પણ પાછળ પાછળ ચાલવા લાગી હતી. અનેક પ્રકારની પ્રાથમિક સારવાર આપ્યા બાદ પણ તેની સ્થિતિમાં કોઈ જ સુધારો ના આવતાં તે સેવાભાવી મહિલા તેને દવાખાને પણ લઈ ગઈ હતી. સોશિયલ મીડિયામાં આ સેવાભાવી મહિલાના આ કામને લોકોએ વખાણ્યું હતું તો સાથે જ માદા શ્વાનની મમતા જોઈને લોકોની આંખોમાં પાણી આવી ગયાં હતાં.

X
There is a mother's pain in the   language  of viral video of road accident

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી