Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-614

ન્યુજર્સીની સડકો પર ઉતર્યો અલાદ્દીન, યુવકે રસ્તા પર ઊડીને લોકોમાં જમાવ્યું આકર્ષણ

  • પ્રકાશન તારીખ03 Nov 2018
  •  

અલાદ્દીન અને તેના જાદુઈ ચિરાગની વાર્તાઓ આપણે બહુ જ સાંભળી છે તેના કારનામા અને એની જાદુઈ ચટ્ટાઈ પણ હજુ યાદ જ હશે.પણ શું તમે ક્યારેય ટીવી કે સિનેમાની સ્ક્રીનની બહાર કોઈ સાચે જ અલાદ્દીનનો અવતાર જોયો છે? તાજેતરમાં એક વીડિયો વાઈરલ થયો છે જેમાં એક યુવાન ન્યૂજર્સીની સડકો પર અલાદ્દીનને વેશમાં જોવા મળ્યો હતો એટલું જ નહીં પણ જે રીતે અલાદ્દીન પાસે પેલી જાદુઈ ચટ્ટાઈ હતી તેવી જ એક લાલ રંગની મસ્ત મજાની એક કાર્પેટ પણ તેની પાસે હતી.તેને આમ સડકો પર ઊડતો જોઈને લોકોને નવાઈ લાગી હતી. તેના વેશ અને આ કારનામાને લીધે તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વાત જાણે એમ હતી કે ત્યાં અભ્યાસ કરતા નીલ નામના એક યુવાને પોતાના સ્કેટબોર્ડને ઇલેક્ટ્રિક સાધનો વડે જોડ્યું હતું બાદમાં તેનો આકાર મેજિકલ કાર્પેટ જેવો કર્યો હતો જેથી જોનારને તો એવું જ લાગે કે તે હવામાં ઊડે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કરાયો હતો જયાંથી તે જોતજોતામાં જ વાઈરલ થયો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP