Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3170

ચીન,અમેરિકા અને જાપાનને પાછળ મૂકી દ.કોરિયાએ શરૂ કરી 5G મોબાઇલ સેવા, 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં ડાઉનલૉડ થશે આખી ફિલ્મ

  • પ્રકાશન તારીખ05 Apr 2019
  •  

પાંચમી પેઢીની મોબાઇલ સેવા એટલે કે 5જીની દોડમાં સમગ્ર વિશ્વને પાછળ મુકી દક્ષિણ કોરિયાએ બાજી મારી લીધી છે. આ રેસમાં અમેરિકા, ચીન અને જાપાન પણ તેની સાથે સામેલ હતા. જેને પાછળ મૂકીને 3જી એપ્રિલે મોડી રાત્રે દક્ષિણ કોરીયાએ આ સેવા લોન્ચ કરી અને 5 એપ્રિલથી તેને શરૂ કરવાનું નક્કી કર્યું. દક્ષિણ કોરીયાની ત્રણ ઉચ્ચ દૂરસંચાર કંપનીઓ એસકે ટેલિકોમ, કેટી અને એલજી યૂપ્લસ દ્વારા 5જી સેવા શરૂ કરાતા અમેરીકાની વેરિજોન દૂરસંચાર કંપનીને પણ 5જી સેવા જલ્દી શરૂ કરવા મજબૂર થવુ પડ્યું. અને વેરિજોને નિર્ધારિત તારિખના એક સપ્તાહ અગાઉ જ શિકાગો અને મિનીપોલીસમાં પોતાની 5જી સેવાની શરૂઆત કરી દીધી. આ 5જી સેવા સ્માર્ટફોનને સ્પીડી કનેક્ટીવીટી ઉપલબ્ધ કરાવશે. જેની સ્પીડ 4જીથી 20 ગણી વધુ હશે, જેના થકી ગ્રાહકો માત્ર એક સેકન્ડથી પણ ઓછા સમયમાં આખી ફિલ્મ ડાઉનલોડ કરી શકે છે.

પિતાના પગના દુખાવાને જોતા 20 વર્ષના પુત્રને આવ્યો વિચાર, બનાવ્યું ડ્રાઇવરલેસ ટ્રેક્ટર, મોબાઇલ ઓપરેટેડ આ સંશોધન પિતાને ખેતી કરવામાં કરશે મદદરૂપ,આ સંશોધનની લંડનના મીડિયા સુધી ચર્ચા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP