Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1141

ભાંભરડા નાખતો આખલો, સિમેન્ટના પૉલ સાથે બાંધી જીવતો સળગાવ્યો, એટલી યાતના આપી કે ચામડી ઊતરી ગઈ, પિશાચી આનંદ માટે વીડિયો પણ બનાવ્યો

  • પ્રકાશન તારીખ05 Dec 2018
  •  

માનવતાની તમામ હદોને પાર કરતો આ વીડિયો રાજસ્થાનના રામપુરા ડાબડી ગામનો છે. મુંગા જનાવર સાથે કઈ રીતે અત્યાચાર થઈ રહ્યો છે તે આપ જોઈ શકો છે. આંખલાને પકડીને સિમેન્ટના પોલ સાથે બાંધી દેવાયો છે. અને એક વ્યક્તિ સળગતો કાકડો લઈ આંખલાની નીચે અડાડી રહ્યો છે. આગ વધુ લાગે તે માટે બીજી વ્યક્તિ પાછળ કાગળ ભરાવે છે..આગની જ્વાળાઓ સહન ન થતાં આંખલો ભાંભરડા નાખી રહ્યો છે, પણ આ ચાર-પાંચ જનાવરો લાચાર જીવની મરણચીસોનો પીશાચી આનંદ માણી રહ્યા છે. થોડી-થોડી વારે આગ ચાંપે છે, અને થોડો સળગતા જ ધૂળ નાખી બૂઝાવી દે છે. ફરી આગ લગાવે છે, અને ફરી ધૂળથી બુઝાવી દે છે. બર્બરતાની હદ તો ત્યારે થઈ કે, આ લોકો સળગતાં આંખલાનો વીડિયો પણ બનાવે છે. આંખલાનું કાળુ-મેશ શરીર જોઈ આપ અંદાજો લગાવી શકશો કે, તેને કેટલી યાતના અપાઈ છે. આ આંખલાનો વાંક માત્ર એટલો જ હતો કે, તે ખેતરમાં નુકસાન કરતો હતો. ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

મા-દીકરાના આવા દૃશ્યો તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP