મને શું બનવું ગમે? શિક્ષકના સવાલ પર વિદ્યાર્થીનો આ 'માસ્ટર' સ્ટ્રોક ભલભલાને વિચારતા કરી દેશે

Short film on teacher day in gujarati|

Divyabhaskar.co.in

Sep 04, 2018, 06:46 PM IST

5 સપ્ટેમ્બર એટલે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં શિક્ષક દિન તરીકે ઊજવાય છે. એક આદર્શ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની એવી અમીટ છાપ છોડી જાય છે જેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આજે અમે તમને આ શોર્ટ ફિલ્મ દ્વારા સમાજની એક એવી વાસ્તવિકતા બતાવવા જઈ રહ્યા છીએ કે જે જોઈને તમને પણ એક ક્ષણ માટે તો ચોક્કસ વિચાર આવશે જ કે શું ખરેખર એક આદર્શ સમાજ કે પછી દેશની રચના કરવા માટે શિક્ષકની ભૂમિકા આપણે કેમ ઓછી આંકીએ છીએ? દરેક પિતા કે પેરેન્ટ્સ તેના સંતાનને આજે એક સફળ ડૉક્ટર કે એન્જીનિયર બનાવવા માગે છે પણ કોઈ વ્યક્તિ તેને શિક્ષક કે પછી શૈક્ષણિક લાઈનમાં તેની કરિયર બનાવે તેમ નથી ચાહતા. જો સમાજમાંથી સારા શિક્ષકો જ બહાર નહીં આવે તો પછી અન્ય નિષ્ણાતો તો ક્યાંથી પેદા જ થશે. આજે સફળ અને ધનવાન થવાની દોડમાં આપણે જાતે જ શિક્ષકની અગત્યતા સમજવામાં ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ રહ્યા હોય તેવું લાગે છે. એક દીવા જેવી ચોખ્ખી વાત છે કે જો સમાજને સારા ડૉક્ટર્સ, એન્જીનિયર્સ કે પછી અન્ય તજજ્ઞો પેદા કરવા હશે તો સામે તેટલા જ પ્રમાણમાં ટીચર્સ પણ આપવા જ પડશે.

આ ગુજરાતીએ શોધ્યું હાર્ટ બ્લોકેજનું અક્સીર ઔષધ, “અમૃત પુષ્પ” પીવાથી થાય કેન્સર પણ દૂર

X
Short film on teacher day in gujarati|

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી