Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3254

શિખર ધવનના પુત્ર સાથે રિષભ પંતે કરી ધમાલ, ટૉવેલમાં ગોળ ફેરવીને યાદ અપાવી બેબીસિટરની

  • પ્રકાશન તારીખ13 Apr 2019
  •  
રિષભ પંતનું બેબીસિટિંગ શબ્દ સાથે હવે એટલું બધું લેણું થઈ ગયું છે કે તે હવે કંઈપણ કરે તો અનાયાસે ક્યાંક ને ક્યાંક બેબીસિટર પણ જોડાઈ જ જાય છે. તાજેતરમાં તેણે શિખર ધવનના પુત્ર ઝોરાવર સાથે જે ધમાલ મસ્તી કરી હતી તેનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જે જોઈને યૂઝર્સને પણ આ જ બેબીસિટિંગ શબ્દ જ યાદ આવી ગયો હતો. રિષભે ઝોરાવરને એક રૂમાલમાં પકડીને જે રીતે ફૂદરડી ખવડાવી હતી તેના પરથી જ આ ટેગ ફરી પ્રકાશમાં આવી ગયું હતું. કોલકત્તા નાઈટ રાઈડર્સ સામની મેચમાં ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યા બાદ મેદાન પર પંત હળવા મૂડમાં જોવા મળ્યો હતો, જ્યાં તેની નજર ત્યાં રમતા ઝોરાવર પર પડતાં જ બંને મસ્તી કરવા લાગ્યા હતા. વીડિયોમાં પણ તેણે જે રીતે ધમાલ કરી હતી તે જોઈને એક યૂઝરે કહ્યું હતું કે આ જોઈને હવે શિખર ધવન ઝોરાવરના બેબીસિટર તરીકે પંતના નામનો વિચાર પણ નહીં જ કરે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP