• Home
  • Dvb
  • Dbv
  • shihab shahana love story inspire many others on social media

ઈમોશનલ / હાથ-પગ વગરની વ્યક્તિ સાથે થયો પ્રેમ, આ લવ સ્ટોરી તમારી આંખો ભીની કરી દેશે

shihab shahana love story inspire many others on social media

Divyabhaskar

Mar 20, 2019, 03:08 PM IST
સોશિયલ મીડિયામાં આજકાલ એક કપલ તેમના ટિકટોક વીડિયોના લીધે છવાઈ ગયું છે. બાળપણમાં જ હાથ-પગ ગુમાવી દેનાર શિહાબ તેની પત્ની શહાના સાથે જ આવા લોકોને પણ પ્રેરણા આપે તેવી વીડિયો બનાવે છે. કેરાલાનો વતની એવો શિહાબ એ માત્ર મોટિવેશનલ સ્પીકર જ નથી પણ એક ચિત્રકાર અને સારો ગિટારિસ્ટ પણ છે જ. તેના જીવનમાં શહાનાનું આવવું પણ એક ફિલ્મની કથા જેટલું જ રોમાંચક હતું. ત્યાંની એક સ્પર્ધામાં વિજેતા થયા બાદ તે અને શહાના બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા જે બાદ તેમણે પ્રેમલગ્ન કર્યા હતા. તેમના આ વીડિયોઝ જોઈને તમારી આંખમાં પણ આંસું આવી જશે. હાથ-પગના હોવા છતાં પણ શિહાબ કઈ રીતે ખુશીથી પોતાનું લગ્નજીવન વીતાવી રહ્યા છે તો સાથે જ શહાના પણ સતત તેની પડખે રહીને જે રીતે તેમને પ્રેરણા આપે છે તે ખરેખર સરાહનીય છે.
X
shihab shahana love story inspire many others on social media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી