Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-523

શાર્કના મોંઢામાં ફસાયો હતો માછલી પકડવાનો હૂક, બચાવવા દરિયામાં પડેલા બહાદુર ડ્રાઇવરે શાર્કના હુમલાઓ વચ્ચે પણ ચાલુ રાખ્યું રેસ્ક્યુ ઓપરેશન

  • પ્રકાશન તારીખ29 Oct 2018
  •  

બહામાસના એક આઇલેન્ડમાં એક શાર્કના મોંઢામાં માછલી પકડવાનો હૂક ફસાઇ ગયો હતો, જેને નીકાળવાની આખી મથામણનો વીડિયો વાઈરલ થયો હતો. 51 વર્ષના ડાઇવર ટ્રોય ઇલોસ્કી તેમના સાથીઓ સાથે ઘણી વાર આઇલેન્ડ પર જાય છે જ્યાં તેમણે આ શાર્કને કોઈ કારણસર પરેશાન થતી જોઈ હતી. બાદમાં તેમના ધ્યાને આવ્યું હતું કે તેના મોઢામાં માછલી પકડવાનો હૂક ફસાયેલો છે.તેઓ હુક કાઢવાનું નક્કી કરીને નાની માછલીઓ લઈને તે શાર્ક પાસે પહોંચ્યા હતા. તેમને જોઈને તે શાર્કે તેના પર હુમલો પણ કર્યો હતો સદનસીબે શાર્કનો મોઢામાં હૂક ફસાયેલો હોવાથી તે નુકસાન પહોંચાડી શકી નહોતી.15 મિનિટ સુધી મથામણ કર્યા બાદ જ ઇલોસ્કીએ શાર્ક પર કાબૂ મેળવી લીધો હતો તેના મોઢામાંથી હૂક કાઢી લીધો. તેમના જ એક સાથીએ આ વીડિયો પણ બનાવ્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP