• Home
  • Dvb
  • Dbv
  • shanti devi is suffering from strange disease in kanpur

અરે બાપ રે! છેલ્લા 25 વર્ષથી આ મહિલાનું શરીર થઈ રહ્યું છે નાનું ને નાનું, દુનિયાની એવી વિચિત્ર બીમારીનો શિકાર થયા કે હવે ખાટલામાં પણ ના દેખાય

shanti devi is suffering from strange disease in kanpur

Divyabhaskar.com

Nov 05, 2018, 07:04 PM IST
યુપીના ધરઉં ગામનાં શાંતિદેવીની એક અજીબ બીમારી આજકાલ ચર્ચાનો વિષય બની છે. એક સમયે સવા પાંચ ફુટ ઊંચાઈવાળા શાંતિદેવીની ઊંચાઈ હવે માત્ર 2 ફુટની રહી ગઈ છે. આજે તેઓ ચાલી પણ શકતા નથી. તેમની આ બીમારીના ઈલાજ માટે તેઓએ ડૉક્ટર્સની પણ દવાઓ કરાવી હતી પણ પરિણામ શૂન્ય જ આવ્યું હતું. એક તરફ તેમનો ઈલાજ તો ચાલતો હતો સાથોસાથ તેમનું કદ પણ ઘટતું જ જતું હતું. જો આ બીમારી થવાના કારણ જાણવાનો પ્રયત્ન કરીએ તો આજથી 25 વર્ષ પહેલા થયેલો એક અકસ્માત તેમના માટે આફતરૂપ બની ગયો હતો. અચાનક જ તેમના પર પડેલો છાપરાનો ભાગ તેમને આવી અજાણી તકલીફ આપતો ગયો હતો.સારા થઈ ગયા બાદ હાડકામાં ઉપડેલો દુઃખાવો અને બાદમાં ઘટવા માંડેલું આ શરીર આજે પણ વિજ્ઞાન માટે એક કોયડા સમાન છે.અત્યાર સુધીમાં અનેક ડૉક્ટર અને તાંત્રિકોને બતાવ્યા બાદ પણ તેમનું શરીર સતત નાનું ને નાનું થતું જાય છે.

X
shanti devi is suffering from strange disease in kanpur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી