ધૂળનું તોફાન / રાજસ્થાનના શેખાવટીમાં 125 કિમી.ની ઝડપે ધૂળની આંધી ફૂંકાતા ધોળા દિવસે અંધારપટ છવાયો, લોકોમાં ભાગદોડ મચી ગઈ

sand storm strike on churu,rajasthan

divyabhaskar.com

Apr 08, 2019, 12:56 PM IST

રાજસ્થાનના શેખાવટીમાં રવિવારે સાંજે અચાનક ધૂળની આંધી ફૂંકાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતુ. 125 કિ.મી/કલાકની ઝડપે પવન ફૂંકાતા ચુરુ જિલ્લામાં આશરે 5 મિનિટ સુધી દિવસે અંધારપટ છવાઇ ગયો હતો. વીજળીના અનેક થાંભલાઓ, વૃક્ષો અને મકાનનાં છાપરા પણ ઊડી ગયા હતા.વીજળી ડૂલ થઇ જવા પામી હતી. આવું તાેફાન છેલ્લા 15 વર્ષમાં પહેલી વખત જોવા મળ્યું હતું. જેનો મોબાઈલ વીડિયો લોકોએ કેપ્ચર કરી સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો.

X
sand storm strike on churu,rajasthan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી