• Home
  • Dvb
  • Dbv
  • raj Kapoor's Ancestral House In Peshawar To Be Turned Into Museum

રાજ કપૂરના પૂર્વજોની હવેલી આવેલી છે પાકિસ્તાનમાં, / રાજ કપૂરના પૂર્વજોની હવેલી આવેલી છે પાકિસ્તાનમાં, રિશી કપૂરની વિનંતીથી હવે બનશે ત્યાં મ્યૂઝિયમ

raj Kapoor's Ancestral House In Peshawar To Be Turned Into Museum

Divyabhaskar.com

Nov 30, 2018, 04:01 PM IST
પાકિસ્તાન સરકારે પેશાવરમાં આવેલી કપૂર ખાનદાનના પૂર્વજોની હવેલીને મ્યૂઝિયમમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. પેશાવરના કિસ્સા ખ્વાની બાઝારમાં આવેલી આ હવેલીને મ્યૂઝિયમમાં ફેરવવા રિશી કપૂરે પાકિસ્તાન સરકારને વિનંતી કરી હતી, જેના પગલે તેણે આ નિર્ણય લીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ પ્રવાસી ભારતીય પત્રકારોને જણાવ્યું કે રિશી કપૂરે હવેલીના સ્થળે કોઇ મ્યૂઝિયમ કે ઇન્સ્ટિટ્યૂશન શરૂ કરવા વિનંતી કરી હતી, જેને અમે સ્વીકારી છે. 'કપૂર હવેલી' પૃથ્વીરાજ કપૂરના પિતા બશેશ્વરનાથ કપૂરે બંધાવી હતી. પૃથ્વીરાજના પુત્ર અને હિન્દી ફિલ્મોના શો મેન રાજ કપૂરનો જન્મ 1924ની 14 ડિસેમ્બરે પેશાવરમાં જ થયો હતો. 1947માં દેશના ભાગલા પડ્યા તે વખતે કપૂર પરિવારે પેશાવર છોડ્યું હતું.
X
raj Kapoor's Ancestral House In Peshawar To Be Turned Into Museum

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી