પ્રિયંકાના બોયફ્રેન્ડની જેમ 'ગ્લોબલ સેલિબ્રિટી' થવાના ધમપછાડા, વિદેશમાં પાછળ પાછળ દોડી ઓટોગ્રાફ લેવા રાખ્યા 'ભાડૂતી' ફેન્સ

Priyanka chopra dummy fans video viral

Divyabhaskar.com

Nov 17, 2018, 08:21 PM IST
વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયેલા આ વીડિયોએ પ્રિયંકા ચોપરાને જોઈને વિદેશમાં ઉમટી પડતી ભીડ પર અનેક સવાલો પેદા કર્યા હતા. ટ્વીટ્ટર પર શૅર કરાયેલા આ વીડિયોમાં એવું લખીને આક્ષેપ કરાયો છે કે દેશી ગર્લને ગ્લોબલ સેલિબ્રિટી ગણાવવા માટે તેઓ નકલી ફેન્સનો સહારો લઈ રહ્યા છે. આ વીડિયો દ્વારા જોઈ પણ શકાય છે કે જેવી પ્રિયંકા બહારની તરફ આગળ વધે છે ત્યાં જ એક યુવક અને યુવતી તેની પાસે ઓટોગ્રાફ માગે છે. પ્રિયંકા પણ તેમને ઓટોગ્રાફ આપીને આગળ વધે છે. થોડા આગળ ગયા બાદ ફરી એ જ લોકો ઝડપી દોડીને પ્રિયંકાની સામે આવીને ઓટોગ્રાફ લેવા લાગે છે. આ વીડિયોમાં આક્ષેપ એવો પણ કરાયો હતો કે પ્રિયંકા ચોપરાએ જ આ લોકોને હાયર કર્યા છે જેમનું કામ દેશી ગર્લના ફેન્સ બનીને તેની આસપાસ ફરવાનું અને ઓટોગ્રાફ લેવાનું છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયામાં પણ યૂઝર્સે અનેક પ્રતિક્રિયાઓ આપી હતી.

X
Priyanka chopra dummy fans video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી