• Home
  • Dvb
  • Dbv
  • pramukhswami maharaj smruti mandir built up work started in sarangpur

BAPS / પ્રમુખસ્વામી મહારાજના અંતિમસંસ્કાર સ્થળે સ્મૃતિ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ, 45 ડિગ્રી ગરમીમાં સુશિક્ષિત સંતો બાંધકામની સેવામાં જોડાયા

pramukhswami maharaj smruti mandir built up work started in sarangpur

divyabhaskar.com

Apr 29, 2019, 01:10 PM IST

ગુજરાતના સારંગપુર BAPS સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજના અગ્નિસંસ્કાર સ્થળે પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. જેના બાંધકામમાં સેંકડો સંતો-ભક્તો જોડાયા છે. સુશિક્ષિત સંતો 45 ડિગ્રી ગરમીમાં પણ બાંધકામની સેવા કરતા જોવા મળ્યાં હતા. BAPSના વડા મહંતસ્વામી મહારાજે 17 ડિસ્મ્બરે મંદિરનું ખાત મુહૂર્ત કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, પ્રમુખસ્વામી મહારાજે પોતે સૂચવેલા સ્થાન પર તેમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. જે સ્થાન પર જ સંગેમરમરના સુંદર સ્મૃતિ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે. આ મંદિરની ડિઝાઈન અક્ષરધામથી પ્રેરિત છે. દેશવિદેશના હરિભક્તો પણ તન,મન,ધનથી સેવામાં જોડાયા છે.

X
pramukhswami maharaj smruti mandir built up work started in sarangpur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી