એટા, ઉત્તરપ્રદેશ / દારૂનાં નશામાં પોલીસકર્મી કરતો રહ્યો દુષ્કર્મ, પીડિતાની દીકરીએ હિંમત દાખવી બનાવી ક્લિપ, વીડિયો વાઇરલ કરી ફોડ્યો આરોપીના પાપનો ભાંડો

eta news: policeman committed crime against women

divyabhaskar.com

Dec 22, 2018, 05:39 PM IST

વીડિયો ડેસ્ક: યુપીનાં એટાથી મહિલા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. એક પોલીસકર્મીએ પહેલાં મહિલાનાં ઘરમાં ઘુસી દારૂ પીધો અને પછી મહિલા સાથે અશ્લિલ હરકતો કરવા લાગ્યો, મહિલા તેને રોકતી રહી પરંતુ પોલાસકર્મીએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. આરોપી પોલીસકર્મી મહિલાનાં ઘરે નકલી વોરંટ લઈને પહોંચ્યો હતો અને 20 હજાર રૂપિયાની માંગ પણ કરી હતી.

મહિલાની પુત્રીએ આરોપી પોલીસકર્મીનો વીડિયો ઉતારી લીધો હતો. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકો ચોંકી ઉઠ્યા હતા. પોલીસ વડાએ હાલ તો આરોપી પોલીસકર્મીને સસ્પેંડ કરી દીધો છે.

X
eta news: policeman committed crime against women

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી