• Home
  • Dvb
  • Dbv
  • Parasitic Worm Removed From Man's Eye in india|પેશન્ટની આંખમાંથી ડૉક્ટરે ચિપીયાથી ખેંચીને કાઢ્યો 15 સે.મી. લાંબો જીવતો કીડો

કાચા-પોચા લોકોએ અહીં ક્લિક ના કરવું, પેશન્ટની આંખમાંથી ડૉક્ટરે ચિપીયાથી ખેંચીને કાઢ્યો 15 સે.મી. લાંબો જીવતો કીડો

Parasitic Worm Removed From Man's Eye in india|પેશન્ટની આંખમાંથી ડૉક્ટરે ચિપીયાથી ખેંચીને કાઢ્યો 15 સે.મી. લાંબો જીવતો કીડો

Divyabhaskar.com

Nov 09, 2018, 04:51 PM IST

કર્ણાટકના આ દૃશ્યો એ સમયે બહાર આવ્યા હતા જ્યારે મલેશિયાના એક દર્દીના નાકમાંથી અળસિયા જેવું જ એક જંતુ બહાર કાઢવામાં આવ્યું હતું. કર્ણાટકના એક 60 વર્ષના આધેડને આંખમાં દર્દ થવાની ઘણા સમયથી તકલીફ હતી જેની સારવાર કરાવવા તેઓ આંખના સર્જન પાસે ગયા હતા. જ્યાં તેમની આંખમાં ડૉ.શ્રીકાંત શેટ્ટીને કંઈકે અજુગતી હલચલ લાગી હતી. વધુ રિપોર્ટ કરાવ્યા બાદ તેમને જાણ થઈ હતી કે તે આધેડ દર્દીની આંખમાં એક કીડો ફરી રહ્યો છે જેના લીધે જ આ દર્દ થાય છે. તેમણે બાદમાં તેમની આંખમાંથી આ આશરે 15 સેન્ટિમીટર લાંબું અળસિયા જેવડું જીવડું બહાર કાઢ્યું હતું. ડૉ.શ્રીકાંત શેટ્ટીએ જણાવ્યું હતું કે જો સારવાર કરવામાં વિલંબ થયો હોત તો ચોક્કસ તેમને અંધાપો પણ આવી શકતો હતો.તે વ્યક્તિની લોહીની તપાસ કરતાં તેના અંદર પણ આવા જ કેટલાક જીવડાં દેખાયાં હતાં. જો મેડિકલ સાયન્સની વાત કરીએ તો આ પ્રકારના કીડાઓ મચ્છર દ્વારા માનવશરીરમાં પ્રવેશે છે. દર વર્ષે અમેરિકા, આફ્રિકા અને એશિયાના કેટલાક દેશોમાં આવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવે છે.

X
Parasitic Worm Removed From Man's Eye in india|પેશન્ટની આંખમાંથી ડૉક્ટરે ચિપીયાથી ખેંચીને કાઢ્યો 15 સે.મી. લાંબો જીવતો કીડો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી