• Home
  • Dvb
  • Dbv
  • panipuri processing video of pune dapodi goes viral on social media

સ્વાસ્થ્ય સાથે ચેડાં / પાણીપુરીના શોખીનો માટે આંચકાજનક વીડિયો, આવી છે પુરીઓ બનાવવાની પ્રોસેસ

panipuri processing video of pune dapodi goes viral on social media

Divybhaskar

Jan 09, 2019, 12:00 PM IST

વીડિયો ડેસ્ક: ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને પાણીપુરીનો ચટાકો ના હોય જોકે આ વીડિયો તેમના ચટાકા માટેનો શોખ તેમના સ્વાસ્થ્ય પર ભારે પડી શકે તેવો આંચકાજનક છે. ક્યાંક એવું તો નથી ને કે આપણે પોતે જીભના ટેસ્ટના ભોગે ગંભીર બીમારીઓને જ આમંત્રણ આપી રહ્યા હોય? એવું જ કઈંક જોવા મળ્યું છે મહારાષ્ટ્રના પુણેમાં આવેલા દપોદી વિસ્તારમાં. એક જાગૃત નાગરિકને સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોવાની માહિતી મળતાં જ તે સીધો ત્યાં પહોંચ્યો હતો કે જ્યાં પાણીપુરી માટેની પૂરીઓ બનતી હતી. તેણે ત્યાં જઈને જે નજારો જોયો તે ચોંકાવનારો હતો. આજુબાજુ સ્વચ્છતાનું તો કોઈ ઠેકાણું નહોતું સાથે જ જે વ્યક્તિ પુરી માટેનો લોટ બનાવતો હતો તે પોતે પણ એટલો જ મેલો હતો. સાવ ગંદાગોબરા પગ લઈને તે જે ટેસથી એ લોટની ખૂંદતો હતો તે જોઈને ચોક્કસ તમે પણ બે વાર પાણીપુરી ખાતાં વિચારશો.

Shocking Video:

તાડના ઝાડ પર જ હૃદય હુમલો આવતાં સર્જાયું આવું ડરામણું દૃશ્ય

X
panipuri processing video of pune dapodi goes viral on social media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી