Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3176

ભાવનગરના મુસ્લિમ બિરાદરે ‘ગુરુર્બ્રહ્મા.. ગુરુર્વિષ્ણુ’થી શરૂઆત કરી, પછી ગાયું દેશભક્તિનું ગીત, લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપી વધાવ્યા 

  • પ્રકાશન તારીખ05 Apr 2019
  •  

લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ભાવનગરમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. દેલવાડિયા કપોળ જ્ઞાતિના કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરે ગીત ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગીત ગાતા પહેલાં વૃદ્ધ મુસ્લિમ બિરાદર ‘ગુરુર્બ્રહ્મા..’ શ્લોક બોલ્યા ત્યારે ઉપસ્થિત સૌ કોઈને એક સાચા બિનસાંપ્રદાયિક વ્યક્તિ જોવા મળ્યા હતા. ‘જહાં ડાલ ડાલ પર ..વો ભારત દેશ હે મેરા’ ગીત ગાતી વખતે વડીલ ઊભા થઈ ગયા હતા અને દેશભક્તિનું અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ. ઉપસ્થિત સૌ કોઈએ તાળી પાડીને સાથે ગીત ગાઈ વડીલનો ઉત્સાહ વધાર્યો હતો તો કોઈએ વાહ..વાહ કરી તેમને પ્રોત્સાહન પણ આપ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, કેટલાક રાજકીય પક્ષો ધર્મનાં નામે બે કોમને ઝઘડાવીને પોતાનો રાજકિય રોટલો શેકવાના પ્રયત્નમાં જ્યારે રહેતા હોય ત્યારે ચૂંટણી સમયે આ વાઈરલ વીડિયો ઘણું બધું કહી જાય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP