'તારક મહેતા'માં નવા ડૉ. હાથીની આ રીતે થઈ એન્ટ્રી, ગોકુલધામવાસીઓ માટે બન્યા વિઘ્નહર્તા

Nirmal Soni entry Taarak Mehta Ka Ooltah Chashmah

Divyabhaskar.com

Sep 17, 2018, 11:28 PM IST
મુંબઈ ઘર ઘરમાં જાણીતી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં'માં નવા ડૉ. હાથીનું આગમન થયું છે. 'બાપ્પા મોરયા'ના નાદ સાથે ડૉ. હાથીએ ગોકુલધામમાં એન્ટ્રી મારી હતી. ગોકુલધામવાસીઓ માટે ડૉ. હાથી બન્યા વિઘ્નહર્તા હતા. ડૉ. હાથીની અનોખા અંદાજમાં એન્ટ્રીથી ગોકુલધામવાસી ચોંકી ઊઠ્યા હતા. ઘૂંટણસમા પાણીમાં ડૉ. હાથી ગણપતિબાપાની મૂર્તિ ઉપાડીને આવ્યા હતા. ડૉ. હાથીનું ગોકુલધામના રહીશોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. અભિનેતા નિર્મલ સોની ડૉ. હાથીનું પાત્ર ભજવી રહ્યા છે. અગાઉ પણ નિર્મલ સોની ડૉ. હાથીનું પાત્ર ભજવી ચૂક્યા છે. કવિ કુમાર આઝાદના નિધન બાદ ફરીથી તેમની એન્ટ્રી થઈ છે.
X
Nirmal Soni entry Taarak Mehta Ka Ooltah Chashmah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી