Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2891

ન્યૂઝીલેન્ડમાં કલાકારો અને વિદ્યાર્થીઓએ પરંપરાગત હાકા ડાન્સ કરી આતંકી હુમલા અંગે રોષ વ્યક્ત કર્યો

  • પ્રકાશન તારીખ19 Mar 2019
  •  
ગત અઠવાડિયે ક્રાઈસ્ટ ચર્ચની બે મસ્જિદો પર થયેલા આતંકી હુમલા સામે રોષ વ્યક્ત કરવા માટે સોમવારે સેંકડો વિદ્યાર્થીઓ માર્ગો પર ઊતરી આવ્યા હતા. તેમણે પરંપરાગત હાકા ડાન્સ કરી વિરોધ નોંધાવ્યો હતો. ક્રાઈસ્ટચર્ચની અલ નૂર મસ્જિદ સામે યુનિવર્સિટી અને સ્કૂલના સેંકડો વિદ્યાર્થીઓએ હાકા ડાન્સ કર્યો હતો. આ હુમલામાં 48 લોકો માર્યા ગયા હતા. ક્રાઈસ્ટચર્ચ ઉપરાંત ઓકલેન્ડમાં પણ વિદ્યાર્થીઓએ મીણબત્તી સળગાવી, ગિટાર વગાડી, ગુલદસ્તા રાખી શ્રદ્ધાંજલિ આપી હતી.
રિપોર્ટ મુજબ હાકા ન્યુઝીલેન્ડના મૂળ નિવાસી માઓરી સમુદાયના લોકોનો પરમ્પરાગત સંસ્કૃતિક સમૂહ નૃત્ય છે. આ નૃત્યમાં ખૂબજ જોશ અને ભારે અવાજ અને હાવભાવનો પ્રયોગ કરવામાં આવે છે. આ નૃત્યને મોટા અવસર, કાર્યક્રમ અને અંતિમ સંસ્કારમાં પ્રસ્તુત કરવામાં આવે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP