સિંદૂર, લાલ ચૂંદડીમાં દીપિકાએ સાસરીમાં મૂક્યો પગ, માથે એક ચૂટકી સિંદૂરમાં સોહામણી દેખાતી દીપિકાને રણવીરે પણ લડાવ્યા લાડ

Newlyweds Ranveer and Deepika Padukone in Mumbai

Divyabhaskar.com

Nov 18, 2018, 06:42 PM IST

ગયા સપ્તાહે ઈટાલીમાં લગ્ન કરનાર બોલીવૂડ સ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હવે વતન પરત ફર્યા હતા. દીપવીર મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે પણ તેમના પ્રશંસકોએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી સીધું જ આ ન્યૂલી મેરીડ કપલ દીપિકા-રણવિર પોતાના ઘરે ગયું હતું. જ્યાં તેમના ઘરની બહાર ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતાં. બંને જણાં ટ્રેડિશનલ કોચ્યૂમમાં જોવા મળ્યા હતા. ક્રિમ કલરના મેચિંગવાળા વસ્ત્રોમાં આ કપલ ખૂબ જ સુંદર લાગતું હતું. એક પરંપરાગત ભારતીય નારીની જેમ જ નવપરણિત દીપિકાના સેંથામાં સિંદૂર જોવા મળ્યું હતું તેમજ આ બંને જણાએ સામે રહેલા મીડિયાકર્મીઓનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું. તમને જણાવી દઈએ કે બંને જણાએ રણવીર ઈટાલીના લેક કોમો ખાતે કોંકણી અને સિંધી એમ બે સમાજના રીતરિવાજ અનુસાર લગ્ન કર્યાં હતાં. નવી દુલ્હનને વેલકમ કરવા માટે રણવિરનું પ્રભાદેવી સ્થિત ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.

દીપિકાનું 'નગાડા સંગ ઢોલ' સૉન્ગ વાગતાં જ પાકિસ્તાની દુલ્હન હાથ ઊંચા કરીને નાચવા લાગી, તેની અદાઓ જોઈને લોકો આફરીન પોકારી ઉઠ્યા

X
Newlyweds Ranveer and Deepika Padukone in Mumbai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી