• Home
  • Dvb
  • Dbv
  • Monkey consoles woman at Karnataka funeral,માતમમાં સ્વજન માટે રડતાં લોકોને સાંત્વના આપવા પહોંચી જાય છે આ કપિરાજ

કપિરાજની સહાનુભૂતિ / માતમમાં સ્વજન માટે રડતાં લોકોને સાંત્વના આપવા પહોંચી જાય છે આ કપિરાજ, રડતાં લોકોને છાના રાખવાના કરે છે પ્રયાસ

Monkey consoles woman at Karnataka funeral,માતમમાં સ્વજન માટે રડતાં લોકોને સાંત્વના આપવા પહોંચી જાય છે આ કપિરાજ

divyabhaskar.com

Apr 20, 2019, 04:59 PM IST

આ દૃશ્યો જોઇને એવુ લાગે કે પરિવારના કોઈ સ્વજનનું મૃત્યુ થયુ છે. ત્યારે મહિલાઓની રોકકળ, આક્રંદ અને દુખી લોકો વચ્ચે એક વાનર આવે છે અને રડતી મહિલાને જાણે સાંત્વના આપે છે. તેના માથા પર હાથ મુકીને સહિયારો આપે છે. રડનારને પોતાનું દુખ ઠાલવવા કોઈનો ખભો જોઇએ એ ખભો આપી વાનર રડતી મહિલાને છાની રાખવાનો પ્રયાસ કરે છે. વીડિયો કર્ણાટકના નારગુંડા ગામનો છે. જેમાં કપિરાજની સંવેદના અને લાગણીના દર્શન થાય છે. સ્થાનિક લોકોનું કહેવુ છે કે ગામમાં કોઈપણના ઘરે માતમ છવાય ત્યારે આ કપિરાજ જરૂર આવે છે અને કોઈ છાનું ન રહે ત્યાં સુધી તે જતો નથી. આ સમયમાં માણસને માણસની લાગણીની કોઈ કિંમત નથી ત્યારે એક પ્રાણીનું આવુ વર્તન ખરેખર હદયદ્રાવક છે.

'નરેન્દ્ર મોદી ઉભા થાય તો સિંહ લાગે ને રાહુલ ગાંધી ઉભા થાય તો ગલુડિયું લાગે' મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

X
Monkey consoles woman at Karnataka funeral,માતમમાં સ્વજન માટે રડતાં લોકોને સાંત્વના આપવા પહોંચી જાય છે આ કપિરાજ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી