Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2348

પુલવામા હુમલાના શહીદોને BAPSની શ્રદ્ધાંજલિ, મહંતસ્વામી મહારાજે ભગવાનના ચરણોમાં કરી પ્રાર્થના

  • પ્રકાશન તારીખ15 Feb 2019
  •  
તા. 14 ફેબ્રુઆરી, 2019ના રોજ કાશ્મીરમાં ભારતના જવાનો પર થયેલા હિંસક આતંકવાદી હુમલામાં 44 જવાનોએ શહીદી વહોરી છે અને કેટલાય જવાનો ઘાયલ થયા છે. આ દર્દનાક હિંસક હુમલામાં પોતાના પ્રાણની આહુતિ આપનાર એ જવાનોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી છે. તેઓએ જણાવ્યું કે દુઃખની આ અસહ્ય વેળાએ આપણે સૌ દેશ, સૈનિકો, તેમના પરિવારજનોની સાથે રહીએ અને સર્વત્ર શાંતિ જળવાય તે માટે કટિબદ્ધ રહીએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશના હજારો સત્સંગ કેન્દ્રોમાં લાખો આબાલવૃદ્ધ ભક્તોએ પ્રાર્થના કરીને દિવંગત સૈનિકોને ભાવાંજલિ અર્પી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP