Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-709

નદીમાં ભરાતું આ બજાર દુનિયાભરમાં છે મશહૂર, 500 વર્ષથી ચાલી આવે છે આ પરંપરા

  • પ્રકાશન તારીખ09 Nov 2018
  •  

આ ઇન્ડોનેશિયાનું લોક બેઇન્ટન ફ્લોટિંગ માર્કેટ છે. અહીં 200થી વધુ લોકો નદીમાં હોડીઓ પર બજાર ભરે છે. નદીમાં ભરાતું આ બજાર દુનિયાભરમાં મશહૂર છે. તેથી સહેલાણીઓ તે જોવા માટે મોટી સંખ્યામાં આવે છે. નદીમાં ગોઠવાતી નાની હોડીને 'જકુંગ' કહે છે. આ બજાર બંજર જિલ્લાના સુંગાઇ પિનાંગ ગામમાં સ્થિત છે. હોડી પર બજાર ભરવાની પરંપરા 500 વર્ષથી ચાલી આવે છે. આ માર્કેટમાં ઘણા પ્રકારની સ્થાનિક હેન્ડિક્રાફ્ટની વસ્તુઓ, મસાલા, ફળ અને શાકભાજીઓ સરળતાથી મળે છે. પારંપરિક શૈલીથી બનાવેલી સુશોભનની વસ્તુઓ અહીંના રિવાજ અને પરંપરાઓને પણ જીવંત કરે છે. તમને આ પણ જણાવી દઈએ કે કેરળથી લઈને ઈન્ડોનેશિયાના બંજરમસિનમાં ફ્લોટિંગ માર્કેટ આવેલા છે. એવું પણ નથી કે અહી માત્ર સ્થાનિક લોકો જ ખરીદી કરવા માટે આવે છે, આ સ્થળોએ અનેક પ્રવાસીઓ પણ ખાસ શોપિંગ માટે આવે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP