• Home
  • Dvb
  • Dbv
  • Kuokel Beauty Spray smart water bottle,ગરમીમાં કામ આવશે સ્માર્ટ વૉટર બોટલ, દર બે કલાકે પાણી પીવાનું યાદ કરાવશે

ટેક્નોલૉજી / સ્માર્ટ વૉટર બોટલ, દર 2 કલાકે પાણી પીવાનું યાદ અપાવશે, ચહેરા પર સ્પ્રેના ફીચરથી લઈ નાઇટ લેમ્પનું પણ કરશે કામ

Kuokel Beauty Spray smart water bottle,ગરમીમાં કામ આવશે સ્માર્ટ વૉટર બોટલ, દર બે કલાકે પાણી પીવાનું યાદ કરાવશે

divyabhaskar.com

Apr 05, 2019, 01:03 PM IST

ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા સતત પાણી પીવું જરૂરી છે. જોકે ઘણી વખત આપણે ડેઇલી લાઇફમાં એટલા બિઝી થઈ જઈએ છીએ કે પાણી પીવાનું યાદ જ નથી આવતું. પરિણામે હેલ્થ બગડે છે. જો એસીમાં બેઠા બેઠા કામ કરો છો અને તરસ ઓછી લાગે છે તો હવે આવા લોકો માટે ઈન્ડિયન માર્કેટમાં આવી ગઈ છે સ્માર્ટ વૉટર બોટલ. આ બૉટલની ખાસ વાત એ છે કે તે ખુદ પાણી પીવાનું આપણને યાદ અપાવે છે. બૉટલમાં બે અલગ અલગ સ્ટોરેજ આપેલા છે. જેમાં ઉપરની સાઇડ 400ml અને નીચેની સાઇડ 60ml સ્ટોરેજ છે. અંધારા માટે તેમાં નાઇટ લેમ્પ પણ છે. આ બોટલ દર બે કલાકે તમને રિમાઇન્ડર અપાવે છે કે તમારે પાણી પીવાનું છે. બૉટલમાં નીચેની બાજુ એક નેનો સ્પ્રે આપેલો છે. અને હા બૉટલમાં રિચાર્જેબલ બેટરી પણ છે જેને માઇક્રો યુએસબી ચાર્જરથી ચાર્જ કરી શકાય છે. નોન ટૉક્સિક મટિરિયલથી બનાવવામાં આવેલી આ બોટલની ઓનલાઇન કિંમત 1200 રૂપિયા છે.

ચીન,અમેરિકા અને જાપાનને પાછળ મૂકી દ.કોરિયાએ શરૂ કરી 5G મોબાઇલ સેવા, 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં ડાઉનલૉડ થશે આખી ફિલ્મ

X
Kuokel Beauty Spray smart water bottle,ગરમીમાં કામ આવશે સ્માર્ટ વૉટર બોટલ, દર બે કલાકે પાણી પીવાનું યાદ કરાવશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી