• Home
  • Dvb
  • Dbv
  • Gautam Gambhir announces retirement from all forms of cricket

જ્યારે કોહલીને પોતાનો એવોર્ડ આપીને ગૌતમ ગંભીરે જીતી લીધા’તા સૌનાં દિલ, એવોર્ડ સેરેમનીમાં આપ્યું હતું આ કારણ

Gautam Gambhir announces retirement from all forms of cricket

divyabhaskar.com

Dec 06, 2018, 03:45 PM IST

ગૌતમ ગંભીરે મંગળવારે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ત્યારે તેનો એક દિલને સ્પર્શી જાય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગંભીર પોતાનો મેન ઓફ ધ મેચનો એવોર્ડ કોહલીને આપી દેતો નજરે પડે છે. આમ કરીને ગંભીરે સૌનું દિલ જીતી લીધું હતું. 24 ડિસેમ્બર,2009ના દિવસે શ્રીલંકા સામેના મુકાબલામાં ઈડન ગાર્ડન્સ મેદાન પર શ્રીલંકાએ પહેલા બેટિંગ કરી 315 રન કર્યા હતા..જવાબમાં ભારતની શરૂઆત ખૂબ સંગીન થઈ હતી. ભારતે 23 રન પર જ 2 વિકેટ ગુમાવી દીધી હતી..ત્યારે જ દિલ્હીનાં બે બેટ્સમેનોએ આવીને બાજી સંભાળી લીધી..ગંભીરે 150 રનની શાનદાર બેટિંગ કરી તો કોહલીએ પણ 107 રન બનાવી પોતાની વન ડે કેરિયરની પહેલી સદી ફટકારી હતી..150 રન કરવા બદલ જ્યારે ગંભીરને મેન એફ ધ મેચનો એવોર્ડ જાહેર થયો, તો બધાના આશ્ચર્ય વચ્ચે ગંભીરે સ્ટેજ પર આવીને એવોર્ડ લેવાનો ઈન્કાર કરી દીધો..તેણે કારણ આપ્યું કે, કોહલી યંગ પ્લેયર છે, તેણે વન ડે ની પહેલી સધી ફટકારી છે તો તેનો આ એવોર્ડ આપવામાં આવેઆમ, ગંભીરે મેચ અને સૌના દિલ બંને જીતી લીધી હતા..

X
Gautam Gambhir announces retirement from all forms of cricket

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી