આગ / ભોપાલમાં શોર્ટસર્કિટથી ટ્રાન્સફોર્મરમાં આગ લાગી, આસપાસની દુકાનો સંપૂર્ણ બળીને ખાક

divyabhaskar.com

May 01, 2019, 05:55 PM IST

ભોપાલના MP નગર ઝોન 1માં મિરેકલ હોસ્પિટલ પાસે મંગળવારે બપોરે 2 વાગે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. જેનાથી આસપાસની દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડને ફોન કરીને જાણ કરી હતી. ફાયરબ્રિગેડે પણ સ્થળ ધસી જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ , ત્યાં સુધી એક પાર્લર સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું હતુ. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી