Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3197

લગ્નના થોડા દિવસ પહેલા જ પૂર્ણિમા દાઝી ગઈ, નોકરી છોડીને ફિયોન્સે હોસ્પિટલમાં કરી ભાવિ પત્નીની સારવાર, જોવા મળી 'વિવાહ'ની રિયલ સ્ટોરી

  • પ્રકાશન તારીખ08 Apr 2019
  •  
શાહિદ કપૂર અને અમૃતા રાવની પારિવારિક ફિલ્મ વિવાહ તો તમે જોઇ જ હશે. ફિલ્મ જોઈને તમને એવુ ચોક્કસ થાય કે આવું રિયલ લાઇફમાં ન થઈ શકે. કોઈ દુલ્હન લગ્ન પહેલા દાઝી જાય તો યુવક તેને પહેલાની જેમ પોતાના જીવનમાં સ્વીકારી શકે ખરા? પરંતુ ફિલ્મની આ સ્ટોરી રિયલમાં જોવા મળી ભોપાલમાં. દેવેન્દ્ર અને પૂર્ણિમાના લગ્ન ગઈ 26 જાન્યૂઆરીએ થવાના હતા. પણ લગ્નના થોડા દિવસ પહેલા જ પૂર્ણિમા ગરમ પાણીથી દાઝી ગઈ. પૂર્ણિમાનો ચહેરો, હાથ-પગ અને શરીરનો 25 ટકા ભાગ બળી ગયો. પરંતુ જેવી રીતે હોસ્પિટલમાં પૂનમનો સાથ પ્રેમે આપ્યો હતો. તેવી જ રીતે દેવેન્દ્રએ પણ પોતાની પૂર્ણિમાની આવી હાલતમાં તેનો સાથ છોડ્યો ન હતો. ફિયાન્સીના દુખદ સમયમાં નોકરીમાં રજા ન મળતાં નોકરી છોડીને તે હોસ્પિટલ પહોંચ્યો હતો. અને પૂર્ણિમાની સારવાર કરી તેને સાજી કરી હતી. દેવેન્દ્ર જ નહીં પણ તેનો પરિવાર પણ તેની આવનારી દુલ્હનના ખબર અંતર વીડિયો કોલ કરીને પૂછતો હતો. પિતા વગરની પૂર્ણિમા તેની માતા અને નાની બહેન સાથે રહે છે. આ સ્ટોરી પરથી એટલુ જરૂર કહી શકાય કે જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં ગમે તેવુ વિધ્ન પણ બે લોકોને છુટ્ટા પાડી શકતુ નથી. દેવેન્દ્રનો પૂર્ણિમા પ્રત્યેનો પ્રેમ પણ આ ફિલ્મના બે પાત્ર જેવો જ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP