કાયદાનો ભંગ / કેનેડિયન સિંગરે 17 વર્ષની સગીરાને સ્ટેજ પર કર્યું તસતસતું ચુંબન, થયો ઉહાપો

Drake Kisses and Touches 17-Year-Old Fan Onstage

Divybhaskar

Jan 08, 2019, 06:49 PM IST

છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં જાણીતા કેનેડિયન સિંગર એવા ડ્રેકનો વીડિયો વિવાદોમાં છે. સતત વિવાદોમાં રહેનાર આ કલાકાર ફરી એકવાર જૂની ઘટનાથી ચર્ચામાં આવી ગયો છે. અંદાજે દસ વર્ષ જૂના આ વીડિયોમાં તેણે સગીર યુવતી સાથે સ્ટેજ પર કરેલી હરકતોથી લોકો રોષે ભરાયા હતા. અહીં જોઈ શકાય છે કે તે એક યુવતીને તેની પાસે બોલાવીને તેની સાથે રોમેન્ટિક ડાન્સ કરે છે બાદમાં ત્યાં હાજર ઓડિયન્સમાં ચિયર્સઅપ થતાં તે વધુ ઉત્સાહમાં આવીને તેના શરીરને અણછાજતી રીતે સ્પર્શ કરીને કિસ પણ કરે છે. બસ પછી તો જાણે છૂટો દોર મળતો હોય તેમ ત્યાંના કાયદાની પણ ચિંતા કર્યા સિવાય તે માત્ર 17 વર્ષની આ સગીરાને લિપ ટુ લિપ કિસ કરે છે. ડ્રેકનો આ વીડિયો જોઈને યૂઝર્સ પણ તેને કડકમાં કડક સજા થવી જોઈએ તેવો હોબાળો મચાવે છે. જો કે સત્ય એ છે કે હવે ડ્રેક પણ 33 વર્ષનો અને તે સગીરા પણ 27 વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યાં છે.

X
Drake Kisses and Touches 17-Year-Old Fan Onstage

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી