વરઘોડામાં નાચ્યો શ્વાન / દૂલ્હા-દૂલ્હનનાં મોટાં મોટાં પપેટ બનાવીને નીકાળ્યું ફૂલેકું, ખુશ થઈને આવો નાચ્યો ડોગ

dog steals the show at Mexican wedding parade

Divyabhaskar

Feb 15, 2019, 07:54 PM IST
મેક્સિકોમાં આવેલા ઓક્સાકા સિટીની સડકો પર જ્યારે વરઘોડો નીકળ્યો ત્યારે તેમાં સામેલ થયેલા બધા જ મહેમાનોમાં જો સૌથી વધુ આકર્ષણ જમાવ્યું હોય તો ત્યાં શેરીમાં રખડતા એક શ્વાને.દૂલ્હા-દૂલ્હનનાં મોટાં મોટાં પપેટ બનાવીને તે નાચતાં નાચતાં આગળ વધી રહ્યાં હતાં સાથે જ સૌથી આગળ હતી એક મહિલા કે જેના માથે ફૂલોથા શણગારેલી એક બાસ્કેટ હતી. આની સાથે જ તે ઉત્સાહથી નાચતી હતી જે જોઈને જ આ શ્વાન પણ અચાનક જ રોમાંચિત થઈ ગયો હતો અને સાથે સાથે જ નાચવા લાગ્યો હતો. ત્યાં હાજર રહેલા મહેમાનો એ પણ આ કૌતૂક સમાન ઘટનાના વીડિયોઝ અને ફોટોઝ પણ કેપ્ચર કર્યા હતા જે બાદમાં વાઈરલ થયા હતા.
X
dog steals the show at Mexican wedding parade

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી