Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-31

LPGની બોટલમાં દરેક ગૃહિણીએ લગાવવું સેફ્ટી રેગ્યુલેટર, બચાવશે દુર્ઘટનાથી

  • પ્રકાશન તારીખ02 Sep 2018
  •  

LPG સિલિન્ડર વાપરનારા લોકો અમુક વાતની જાણકારીથી અજાણ હોય છે. ત્યારે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ગેસ એજન્સીના કર્મચારીઓએ એક ડેમો આપીને કે સિલિન્ડરમાં વપરાતા રેગ્યુલર વિશે માહિતી આપી જે જાણવી અત્યંત જરૂરી છે. સરકારના નિયમ પ્રમાણે દર 5 વર્ષે રેગ્યુલેટર બદલાવી નાંખવું જોઇએ. સરકારનો 50 લાખનો ઈન્સ્યોરન્સ આ બેઝ પર

કામ કરે છે. ભારતમાં દર બે દિવસે ગેસ લિકેજના કારણે દુર્ઘટના ઘટે છે. આ દુર્ઘટનાને અટકાવવા સરકારે ગ્રીન પાઇપના બદલે ઓરેન્જ લોખંડના તારવાળો પાઇપ અમલમાં મુક્યો. તેની સાથે હવે સેફ્ટી રેગ્યુલેટર પણ આવે છે. સેફ્ટી રેગ્યુલેટર ગેસ દુર્ઘટનાથી તો બચાવશે જ. સાથે જ બોટલમાં રહેલા ગેસનો વજન પણ જણાવશે. સેફ્ટી રેગ્યુલેટરમાં વજનકાંટો પણ હશે. ક્યારેય ગેસના બર્નર પર પાણી ન આવવા દો. રસોઈ કરતી વખતે ધ્યાન રાખો કે રસોઈ ઉભરાઈ નહીં. બાળકોને LPG વિશે સમજાવો, જેથી ઘરે એકલા હોય તો ગેસથી દૂર રહે. બહારગામથી આવો ત્યારે ગેસની દુર્ગંધ આવે તો તરત લાઇટ ઓન ન કરો. LPG હવા કરતા ભારે છે, તે બ્લાસ્ટ થઈ શકે છે. ગેસની દુર્ગંધ આવતા હંમેશાં 2 કલાક પછી જ લાઇટની સ્વિચ ઓન કરો. સૌ પહેલા ઈલેક્ટ્રિકની મેઇન સ્વિચ બંધ કરી દો, અને ઘરના બારી બારણાં ખોલી દો. ત્યાર બાદ ઘરમાં બેથી ત્રણ વખત પોતુ મારી દો. સેફ્ટી રેગ્યુલેટર દુર્ઘટનાને તમારાથી દૂર રાખશે.

ઘરના ગેસ સિલિન્ડરમાં આગ લાગે તો ગભરાશો નહીં, 3 રીતે સેકન્ડમાં ઓલવી શકશો આગ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP