Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1961

વાંસળીના સૂરે બીમાર ગાયોને સાજી કરે છે પિતા-પુત્રની જુગલ જોડી, વર્ષોથી સમગ્ર ગુજરાતમાં આપે છે નિશુલ્ક સેવા

  • પ્રકાશન તારીખ22 Jan 2019
  •  

સંગીત એ દરેક જીવનું મન પ્રફુલ્લિત કરે છે. ઘણીવાર જે મોટા મોટા તબીબો ન કરી તે જાદુ સંગીત કરી શકે છે તેવા અનેક પુરાવાઓ છે. જેને મેડિકલ ભાષામાં મ્યૂઝિક થેરાપી કહેવાય છે. નડિયાદના પિતા-પુત્રની જુગલ જોડી વાંસળીના સૂરો રેલાવી ગાયોની સારવાર કરી રહી છે. નડિયાદ ખાતે રહેતા નરેશભાઈ ઠક્કર અને તેમનો પુત્ર કરણ છેલ્લા કેટલાય વર્ષોથી સમગ્ર ગુજરાતમાં ગાયોને વાંસળી થકી નિઃશુલ્ક સારવાર આપી સેવા કાર્ય કરી રહ્યા છે. આ જુગલ જોડી ભરૂચ પાંજરાપોળ ખાતે આવી હતી. અહીં મૂકાયેલી ગાયોને વાંસળીના સૂરો સંભળાવી તેઓની સારવાર કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયોને વાંસળીના સુર રેલાવી મગ્ન કરી દેતા હતા અને ગાય વાંસળીના અવાજથી ઝૂમી ઉઠતી હતી. ત્યારે આ પિતા પુત્રની જુગલ જોડીનું માનવું છે કે વાંસળીનો અવાજ સાંભળી જે ગાયો ઓછું દૂધ આપતી હોય અથવા તો અસ્વસ્થ હોયુ તે સાજી થઇ જાય છે. આવા અનેક કિસ્સાઓ તેમણે અનુભવ્યા છે.

લગ્નમાં હવે નવો ટ્રેન્ડ, મહેમાનોને પાન ખવડાવવા નવો ચીલો ચીતર્યો, સાથે વગાડ્યા ઢોલ-તાસા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP