• Home
  • Dvb
  • Dbv
  • Confused traveller puts himself through X ray machine at airport

વાઈરલ / પહેલીવાર હવાઈ મુસાફરી માણવા જનાર થયો કન્ફ્યૂઝ, એક્સ-રે મશીનમાં બેગ સાથે ઘૂસ્યો

Confused traveller puts himself through X-ray machine at airport

Divyabhaskar

Apr 19, 2019, 05:47 PM IST
પહેલીવાર હવાઈ મુસાફરી માણવા નીકળેલા લોકોને એરપોર્ટ પર જે અનુભવો થાય છે તેના વીડિયોઝ અવારનવાર વાઈરલ પણ થાય છે. તાજેતરમાં રશિયાના એરપોર્ટ પર પણ આવો જ એક મુસાફર જોવા મળ્યો હતો, જે ત્યાં સામાન સ્કેન કરવા ગોઠવેલા એક્સ-રે મશીનને જોઈને કન્ફ્યૂઝ થઈ ગયો હતો. ત્યાં કોઈ પણ કર્મચારી ના દેખાતાં તે બિચારો મેટલ ડિટેક્ટર પાસેથી એકવાર આગળ વધ્યા બાદ તરત જ પાછો વળી જાય છે. બસ પછી તે બેગ સાથે જ સીધો બેગેજ સ્કેનરમાં જઈને ઉભો થઈ ગયો હતો. થોડી સેકન્ડ બાદ બેગ સાથે જ આ સ્કેનર મશીનમાંથી બહાર નીકળેલા આ મુસાફરને જોઈને ત્યાં હાજર કર્મચારી પણ નવાઈ પામે છે. આ કર્મચારી બાદમાં સીધો જ મેટલ ડિટેક્ટર પર હાજર અન્ય કર્મચારીને શોધવા જાય છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકોએ પણ જાત જાતની પ્રતિક્રિયાઓ આપી હતી.
X
Confused traveller puts himself through X-ray machine at airport

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી