ખેતરમાંથી નીકળ્યો 10 ફીટ લાંબો મહાકાય અજગર, મજૂરોના છોકરાઓએ બિચારાને રમકડાની જેમ રમીને માટીમાં રગદોળ્યો

children playing with 10 feet long python

Divyabhaskar.com

Nov 15, 2018, 07:14 PM IST

ઉત્તરપ્રદેશના હાથરસ પાસે આવેલા એક ગામમાં એક અજીબ જ નજારો જોવા મળ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થતાં જ જોનારાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.જંકશન વિસ્તારની આ ઘટનામાં જો શકાતું હતું કે કઈ રીતે બાળકોએ ત્યાં દસ ફૂટ લાંબા અજગરની સાથે મસ્તી કરી હતી.ખેતરમાં કામ કરતી વખતે નજરે ચડેલા આ મહાકાય અજગરની સાથે સ્થાનિક લોકોના બાળકોએ રમતો રમી હતી. કોઈએ તેનું પૂંછડી ખેંચી હતી તો કોઈ તેને ખેંચીને જ દોડવા લાગતું હતું. આ મહાકાય અજગરને રમકડું હોય તેમ તેની સાથે રમતો રમતા આ બાળકોને કોઈએ અટકાવ્યા પણ નહોતા. ઘટનાસ્થળે વનવિભાગે પહોંચીને એક મોટા દોરડાથી બાંધી રમતા આ બાળકોની ચુંગાલમાંથી તેને રેસ્ક્યુ કર્યો હતો.

X
children playing with 10 feet long python

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી