Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1666

હોસ્પિટલમાં દાખલ થયેલી પ્રૅગ્નન્ટ પેશન્ટ સાથે આ ડોક્ટર કરે છે ડાન્સ, અલગ જ પ્રકારની ટ્રીટમેન્ટનો વાઈરલ થયો વીડિયો

  • પ્રકાશન તારીખ05 Jan 2019
  •  

એવું કહેવાય છે કે ડાન્સમાં એટલી બધી તાકાત છે કે તે કોઈ પણ પ્રકારના સ્ટ્રેસમાંથી પણ આરામ અપાવે છે. તે એક પ્રકારની કસરત જ છે જેના લીધે અનેક બીમારીઓ પણ દૂર થઈ શકે છે. પણ શું તમે કલ્પના કરી છે ખરી કે ડાન્સ દ્વારા જ ગર્ભવતીને તેની ડિલીવરી સમયે થતા લેબર પેઈનમાંથી પણ રાહત મળે છે. હા , કદાચ આ સાચું જ છે ખાસ તો બ્રાઝિલના એક ડોકટરના માનવા મુજબ. આજકાલ બ્રાઝિલના આ તબીબ કે જેમનું નામ ફર્નેન્ડો છે તેઓ પોતાના પેશન્ટ સાથે કરેલા ડાન્સને કારણે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. હોસ્પિટલમાં જ તેઓ સારવાર માટે દાખલ થયેલી ગર્ભવતી પેશન્ટ્સ સાથે ડાન્સ કરે છે. તેઓ માને છે કે જો મહિલા તેની પ્રૅગનન્સી સમયે આ પ્રકારનો ડાન્સ કરે તો લેબર પેઈનમાંથી પણ રાહત મળે છે. આ ડોક્ટર પણ આવા અનેક વીડિયો અવારનવાર શેર કરે છે. અહીં ખાસ વાત એ છે કે આ ડાન્સ સમયે ડોક્ટર પણ દિલ ખોલીને પેશન્ટને કંપની આપે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP