ચેટ શો / શ્રીદેવીની વાત નીકળતાં જ બોની કપૂર ભાવુક થયા, કહ્યું એમને ભૂલવું અશક્ય

Divyabhaskar

May 04, 2019, 02:53 PM IST
કોમલ નાહટાએ તેમના ચેટ શો 'ઔર એક કહાની'નો પ્રોમો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, આ શોમાં તેમણે બોલિવૂડ પ્રોડ્યૂસર બોની કપૂર સાથે ખાસ વાતચીત કરી હતી. વાઈરલ થયેલા આ પ્રોમોમાં જોઈ શકાય છે કે શ્રીદેવીના નિધનને આજે એક વર્ષ થયા બાદ પણ બોની કપૂર તેમને ભૂલી શક્યા નથી. શ્રીદેવી વાત નીકળતાં જ અચાનક જ તેમની આંખો ભીની થઈ ગઈ હતી.બોનીએ વાત કરતાં કહ્યું હતું કે, કોઈ મને સમજે કે હા મેં ક્યાંક ખોટી જગ્યાએ પૈસા વાપર્યા નથી. રેસમાં કે જુગારમાં હાર્યો નથી અને મેં જે કોઈ ભૂલો કરી તેનો મને પણ અહેસાસ છે. તમે તમારી પત્નીના સપોર્ટ વગર ક્યારેય લડી શકતા નથી. આટલું બોલતાં બોલતાં જ ભાવુક થઈ ગયેલા બોની કપૂરને જ્યારે કોમલ નાહટાએ સામો સવાલ કર્યો ત્યારે તેમનો ડૂમો બાજી ગયો હતો. માંડ માંડ બોનીએ જવાબ આપતાં કહ્યું હતું કે શ્રીદેવીને ભૂલવાં અશક્ય છે. ભાવુક થઈ ગયેલા બોની કપૂરને જોઈને બે ક્ષણ માટે તો કોમલ નાહટા પણ કંઈ બોલી શક્યા નહોતા.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી