બેટલ ઓફ ઑરેંજ / સંતરાં મારી મારીને ઉજવે આ તહેવાર, સત્તાના ખુલ્લા વિરોધના પ્રતિક તરીકે થાય ઉજવણી

Battle of the Oranges 2019 in Northern Italy

Divyabhaskar

Mar 16, 2019, 11:14 AM IST
ઉત્તરીય ઈટાલીમાં શરૂ થયેલો યૂરોપીયન કાર્નિવલ ઈંટરનેટ પર ચર્ચામાં છે. તેવામાં બેટલ ઓફ ઑરેંજ 2019નો નજારો જોઈને ચોક્કસ તમારી અંદર રહેલું એક બાળક પણ કૂદકા મારવા લાગશે. આજથી જ માનવ મહેરામણની વચ્ચે શરૂ થયલા આ ફેસ્ટના કેટલાક વીડિયોઝ અને ફોટોઝ ધૂમ મચાવી રહ્યા છે. દર વર્ષે યોજાતો આ તહેવાર સદીઓથી ચાલ્યો આવે છે. એવું કહેવાય છે કે સદીઓ અગાઉ રાજ કરતા રાજાએ જનતા પર ગુજારેલા અત્યચારના પ્રતિકારરૂપે આ પ્રથા શરૂ થઈ હતી જે આજે પણ ચાલી આવે છે. લોકો એક ઘોડાગાડીમાં સવાર કેટલાક લોકોને ઑરેંજ મારીને તેમનો સત્તા સામે ખુલ્લો વિરોધ નોંધાવે છે. જો કે હવે આ પ્રથાની ઉજવણી લોકો વિરોધ કરતાં વધુ મનોરંજન માટે કરે છે.
X
Battle of the Oranges 2019 in Northern Italy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી