Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-883

કાળજું કંપાવી દે તેવી ઘટના, લોહીથી લથપથ મૃત વાંદરીને બેઠી કરવા માટે બચ્ચું બે હાથે મારતું રહ્યું વલખાં, વીડિયો રેકૉર્ડ કરનારે રડીને કર્યું આવું પુણ્યનું કામ

  • પ્રકાશન તારીખ20 Nov 2018
  •  

માતા લોહીથી લથપથ હાલતમાં જ જીવ ગુમાવી ચૂકી હતી જો કે આ વાતથી અજાણ એવું આ બચ્ચું તેને બેઠી કરવા માટે જે હદે ચિચિયારીઓ પાડીને આક્રંદ કરતું હતું તે જોઈને ત્યાં હાજર લોકો પણ હચમચી ગયા હતા. એક બાળકની માતા પ્રત્યેની મમતા એટલી જ તીવ્ર હતી કે તે બચ્ચું એક આશાએ તેને હલાવી રહ્યું હતું કે હાલ જ તેની માતા ઉભી થઈને તેને વહાલ કરશે. વાંદરીનું બચ્ચું પણ લોહીલુહાણ હાલતમાં દર્દથી કકણસી રહ્યું હતું. વાત જાણે એમ હતી કે ઉત્તરપ્રદેશના બરેલી હાઈવે પર એક કારચાલકે આ વાંદરાઓને હડફેટે લીધા હતા જેમાં વાંદરીનું મોત થયું હતું. સવાલ એ છે કે શું આપણને એવો હક છે ખરો કે આપણી સ્પીડના લીધે કોઈ અબોલ પ્રાણીનો જીવ લઈએ? કાળજું કંપાવી દે તેવા આ દૃશ્યો જોઈને ત્યાં હાજર રહેલા વ્યક્તિનું દિલ પણ પીગળી જાય છે. તેઓએ બાદમાં આ બચ્ચાને આમ નિઃસહાય રીતે મૂકી દેવાના બદલે વનવિભાગને જાણ કરી હતી. આ ઉપરાંત તેમણે આ મૃત વાંદરીના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. તેમજ આ વાંદરીના બચ્ચાને વનવિભાગે જંગલમાં વાંદરાઓના ટોળા પાસે છોડી દીધું હતું.

પેસેન્જર્સના જીવ જોખમમાં મૂકી રિક્ષાવાળાએ સ્ટંટ કર્યા, ચાલતી ગાડીએ સીટ નીચે બેસી ગયો, વીડિયો ઉતરાવી લીધી મજા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP