Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1958

બાળકોની ખુશી માટે પિતાએ બનાવી ખાસ મિની ઓટોરિક્ષા, આ સુંદરી બની લોકોના આકર્ષણનું કેન્દ્ર

  • પ્રકાશન તારીખ22 Jan 2019
  •  

કેરળની એક સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા અરુણ કુમાર નામના એક શખ્સે પોતાના સંતાનોની ખુશી માટે સમય નીકાળીને એક અનોખી જ મિની ઓટોરિક્ષા બનાવી છે. સુંદરી નામની આ સાવ નાનકડી એક ઓટોરિક્ષાએ સોશિયલ મીડિયામાં પણ ચર્ચા જગાવી હતી. આ ઓટોરિક્ષામાં મુસાફરી કરતાં બે ટાબરિયાંના ચહેરા પરની ખુશી જોઈને યુઝર્સે પણ અરુણ કુમારને સુપર ડેડની ઉપાધિ આપી હતી.આ ઓટોરિક્ષા બેટરીથી ચાલે છે જેમાં એ દરેક સુવિધાઓ છે જ જે એક સામાન્ય રિક્ષામાં હોય. મોહનકુમારની એક સુપર હિટ ફિલ્મમાં પણ તેમના દ્વારા ચલાવાતી ઓટોનું નામ સુંદરી હતું જેનાથી પ્રેરિત થઈને અરુણે પણ તેની આ રિક્ષાને સુંદરી નામ આપી દીધું હતું. માધવ અને કેશિની નામનાં તેમનાં સંતાનો પણ આ ઓટોમાં સમય મળે ત્યારે મુસાફરી માણી લે છે. અંદાજે સાત મહિનાની મહેનતના અંતે તેમણે આને બનાવવામાં સફળતા મળી હતી. 60 કિલો વજનની આ રિક્ષા 150 કિલો જેટલા ભારનું વહન કરી શકે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP