Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-251

65 વર્ષીય અનુપ જલોટાની 29 વર્ષીય સુપરહોટ ગર્લફ્રેન્ડ સાથે બિગબોસના ઘરમાં એન્ટ્રી, કોણ છે આ જસલીન મથારૂ?

  • પ્રકાશન તારીખ17 Sep 2018
  •  

કલર્સ ચેનલના સૌથી વિવાદિત શૉ બિગ બોસની બારમી સિઝનનો રંગેચંગે આરંભ થઈ ગયો. દર વખતની જેમ આ સિઝનમાં પણ ચર્ચાસ્પદ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં સૌથી વધુ ઈન્ટરેસ્ટિંગ જોડી છે ભજન સમ્રાટ અનુપ જલોટ અને સિંગર જસલીન મથારૂની. અનુપ અને જસલીનની ઉંમરમાં 37 વર્ષનું ગંજાવર અંતર છે. જ્યારથી આ ગુરૂ-શિષ્યાએ બિગબોસના મંચ પર પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો ત્યારથી તેમની જોડી સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે.

ભજન સમ્રાટ અનુપ જલોટાની ઓળખ આપવાની તો જરૂર નથી, પણ આ સુપરહોટ જસલીન કોણ છે, જેનું દિલ તેનાથી 37 વર્ષ મોટા અનુપ જલોટા પર આવી ગયું? 29 વર્ષીય જસલીન મથારૂ પ્રોફેશનમાં એક સિંગર અને એક્ટર છે, અને પંજાબી ફેમિલિમાંથી બિલોંગ કરે છે. 16 વર્ષની ઉંમરમાં જ જસલીને ઈન્ટર કોલેજ કોમ્પિટિશનમાં બેસ્ટ સિંગરનો ક્રાઉન જીતેલો.

જસલીન અત્યાર સુધીમાં મિકા સિંઘ અને સુખવિંદરસિંહ સાથે લાઇવ પર્ફોમન્સ આપી ચુકી છે. જસલીને લવ ડે ‘લવ ડે’ કરીને એક આલ્બમ પણ કરેલુ જેને તેના પપ્પાએ જ ડાયરેક્ટ કર્યું હતું. મુંબઈમાં જન્મેલી જસલીન 2013માં આવેલી ફિલ્મ ‘ડર્ટી રિલેશન’માં એક્ટિંગ પણ કરી ચુકી છે. તે ડાયરેક્ટર કેસર મથારૂની દીકરી છે. તો તેનો ભાઈ કંવલજીત સિંઘ એક એક્ટર અને પ્રોડ્યુસર છે. જસલીન ઘણી જ હેલ્થ કોન્સિયસ છે, ફિટનેસ માટે તે યોગા કરે છે, સિંગિંગ સિવાય ડાન્સની શોખીન જસલીન ભરત નાટ્યમ, બેલે ડાન્સ, સાલ્સા અને હિપપોપમાં પારંગત છે. ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોઝ અને સેલ્ફી પોસ્ટ કરીને યુવાઓમાં પોપ્યુલર બનેલી જસલીને અનુપ જલોટા સાથે બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરી છે. જસલીન અને અનુપ સાડા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે. અને ચોરી છૂપે કોલકાતામાં મળે છે. ત્રણ વખત લગ્ન કરીને સિંગલ થયેલા અનુપ જલોટાનો સંબંધ હવે જસલીન સાથે ક્યાં સુધી પહોંચે છે? બિગ બોસના ઘરમાં અનુપ અને જસલીનના વધુ ખુલ્લાસાઓ જોવા મળશે કે કેમ? તે તો અપકમિંગ એપિસોડ્સમાં જ જોવા મળશે.

એરપોર્ટના જેટ બ્રિજ પર સની લિયોને કર્યાં ભાંગડાં, 'બોલ તારા રારા' પર ટીમ સાથે થીરકી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP