સર્વાઈવલ ટેકનિક / કડકડતી ઠંડીમાં થીજેલા તળાવમાં પાણી સાથે મગર પણ થીજ્યો, બચવા માટે મગરે દાંતથી બરફ તોડીને માર્યા હવાતિયા

Alligators Stick Noses Out Above Frozen Water

Divyabhaskar

Jan 16, 2019, 06:54 PM IST
દર વર્ષે અમેરિકામાં પડતી ગાત્રો થીજવી નાખે તેવી ઠંડીના લીધે સૌથી વધુ કપરી પરિસ્થિતિ જો કોઈની હોય તો પાણીમાં રહેતાં પ્રાણીઓની. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે ઠંડીથી થીજી ગયેલા તળાવમાં તેની સાથે જ થીજી ગયો છે મગર પણ. આ વીડિયો કેરોલિનાના શેલોટ રિવર પાર્કનો છે. પાણી સાથે જ અંદર થીજેલો આ મગર પોતાના દાંતથી બરફ કાપી શ્વાસ લેવાનો પ્રયાસ કરતો નજરે પડ્યો હતો. પાર્કમાં કામ કરનાર વ્યક્તિએ પણ કહ્યું હતું કે આવી કાતિલ ઠંડીમાં કોઇ મગર કે પછી અન્ય જળચરની જીવિત બચવાની તેમને આશા ન હતી. કારણ કે આવી ઠંડી સામે રક્ષણ મેળવવામાં મગર સક્ષમ નથી. અંદાજે એક વર્ષ જૂના આ વીડિયોમાં જોઈ શકાય છે કે લો ટેમ્પરેચરમાં મગર જીવતો રહેવા માટે કેવા કેવા હવાતિયા મારે છે.નિષ્ણાતો મગરની આ પ્રકારની વિષમ પરિસ્થિતીમાં પણ જીવતા રહેવાની ક્ષમતા ધરાવે છે પણ બરફના થરમાંથી નીકળવું તેમના માટે અશક્ય છે.

X
Alligators Stick Noses Out Above Frozen Water

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી