Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2431

પુલવામા હુમલા બાદ અક્ષય કુમારની આ વીડિયો ક્લિપ વાઈરલ, કોઈએ કહ્યો 'દેશ વિરોધી', તો કોઈએ કહ્યું 'બોયકોટ કરો'

  • પ્રકાશન તારીખ20 Feb 2019
  •  

પુલવામા હુમલા બાદ અભિનેતા અક્ષય કુમારની આ વીડિયો ક્લિપ ખૂબ જ વાઇરલ થઈ રહી છે. જેમાં તે કથિત રીતે કહી રહ્યા છે કે, આતંકવાદ પાકિસ્તાનમાં નહીં પણ ભારતમાં જ છે. આ વીડિયો વાઇરલ થયા બાદ, ટ્વિટર પર બોયકોટ અક્ષય કુમાર નામે હેશટેગ ચલાવવામાં આવી રહ્યો છે. લોકો અક્કીને દેશવિરોધી બતાવી ટ્વિટર પર વીડિયો શેર કરી રહ્યા છે. આ લોકો અક્ષયનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરી રહ્યા છે. આ ટ્વિટમાં પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાન આતંકી દેશ નથી પણ ભારતમાં જ આતંકી તત્વો છે. પુલવામા હુમલા બાદ પાકિસ્તાનની દુનિયા ન્યૂઝ ચેનલે પણ આવો જ એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ વીડિયોના હવાલે જ દાવો કરવામાં આવ્યો હતો કે, અક્ષય કુમાર સ્વીકારે છે કે, આતંકવાદ ભારતમાં પણ છે. જો કે, અમારી તપાસમાં સામે આવ્યું છે કે, આ વીડિયોને પુલવામા હુમલા સાથે કોઈ લેવાદેવા નથી. હકીકતમાં આ વીડિયો વર્ષ 2015નો છે, જ્યારે અક્ષય તેની ફિલ્મ બેબીનું પ્રમોશન કરી રહ્યા હતા. પ્રમોશન સમયે તેમણે આતંકવાદ મુદ્દે નિવેદન આપ્યું હતું. આ સમયે અક્ષયે કંઈક આવી વાત કરી હતી. આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે, અક્ષય કુમારના મૂળ વીડિયોને એડિટ કરી તેની સાથે છેડછાડ કરાઈ છે. એટલે કે આ વીડિયો ફેક છે. હાલ તો અક્ષય કુમાર પુલવામા હુમલાના શહીદોના પરિવાર માટે રાહત કોષ, ‘ભારત વીર’માં યોગદાન આપવા લોકોને અપીલ કરી રહ્યા છે. જો કે, આ ફેક વીડિયો મામલે હજુ સુધી તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

પાકિસ્તાની આર્મીનો શર્મનાક ચહેરો, વીડિયો જોયા બાદ કહેશો 'કોઈ જાનવરો સાથે પણ આવું ન કરે', પત્રકારે શેર કર્યો વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP