Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2723

જોવા મળ્યો આકાશ અંબાણીનો રોમૅન્ટિક અંદાજ તો શ્લોકાનો હટકે હતો બ્રાઈડલ લૂક

  • પ્રકાશન તારીખ10 Mar 2019
  •  
દેશના સૌથી શ્રીમંત અને વિશ્વના છઠ્ઠા ક્રમના અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશના શનિવારે લગ્ન થયા હતા. આજ સવારથી જ અંબાણી પરિવારના આ મોંઘેરા મેરેજના ફોટોગ્રાફ અને વીડિયોઝ વાઈરલ પણ થવા લાગ્યા છે. જેમાં આકાશ અંબાણીનો રોમૅન્ટિક અંદાજ જોવા મળ્યો હતો તો સાથે સપ્તપદીના સાત ફેરા લેતા સમયે માતા નીતા અંબાણી સહિત ઘરના સભ્યોની મજેદાર મેરેજ મોમેન્ટ્સ પણ છવાઈ ગઈ હતી. જેમાં નીતા અંબાણી આ નવદંપતિનાં ઓવારણાં લીધાં હતાં. સાથે જ બહેન ઈશાએ પણ બંનેને આશીર્વાદ આપ્યા હતા. રેડ અને વાઈબ્રન્ટ ગોલ્ડ રંગના કોસ્ચ્યૂમ સાથેના બ્રાઈડલ લૂકમાં શ્લોકા મહેતા જોવા મળી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રની અનેક હસ્તીઓ પહોંચી હતી. મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટિનિયાને ફૂલો અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું હતું. લગ્ન જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાયા હતા. આકાશની જાન એન્ટિલિયા ખાતેથી બપોરે નીકળી હતી. તે સમયે મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણી પણ અન્ય લોકો સાથે વરઘોડામાં મન મૂકીને ઝૂમ્યા હતા. ગુરુવારે મેંદીનો પ્રસંગ ઉજવાયો હતો. જુલાઈ 2018માં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ થઈ હતી. શ્લોકાના પિતા અરુણ મહેતાનો ડાયમંડ બિઝનેસ છે. બધી વિધિ શરૂ થતાં અગાઉ આકાશે તેના દાદા ધીરુભાઈ અંબાણી અને નાનાને શ્રદ્ધાંજલિ આપી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP