હમણાં જ લેવાયેલી નાયબ ચીટનીસ અને મુખ્યસેવિકાની પરીક્ષામાં શું થયું? આ ગુજરાતીએ ડમી વાલી બની ફોડ્યો ભાંડો, વીડિયો વાઈરલ

Advocate break a exam cheater video

તાજેતરમાં જ લેવાયેલી નાયબ ચીટનીસ અને મુખ્ય સેવિકાની પરીક્ષાના પેપર લીક થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

divyabhaskar.com

Nov 27, 2018, 06:39 PM IST

તાજેતરમાં જ લેવાયેલી નાયબ ચીટનીસ અને મુખ્ય સેવિકાની પરીક્ષાના પેપર લીક થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. હિંમતનગરના વકીલ અને સામાજિક કાર્યકર ગિરીશ પટેલે ડમી વાલી બનીને આ પેપર લીક થયા હોવાનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પરીક્ષાની આગલી રાતે ગિરીશભાઈ અને તેમના પુત્રએ વોચ રાખી અને તેમાં તેમને સફળતા પણ મળી. પરીક્ષા પહેલાં જ પેપર સોલ્વ કરવા માટે ત્રણ-ચાર યુવતીઓ જતી હતી. તેનો પીછો કરતાં આ યુવતીઓ બીજી કારમાં શિફ્ટ થઈ ગઈ હતી. આ કારનો પીછો કરી તેને ઓવરટેક કરાઈ હતી. અને કાર રોકી તેમાં સવાર એક ભાઈને નીચે ઊતારી પૂછપરછ કરતાં હકીકત સામે આવી હતી. ગિરીશભાઈ લેખિત પૂરાવાઓ અને વીડિયો સિડી સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી 48 કલાકમાં કાર્યવાહીની માગ કરી છે.

ભીખાલાલની આ વાત સાંભળ્યા પછી તમને માનશો કે ભિખારીને પૈસા આપવા કે નહીં

X
Advocate break a exam cheater video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી