Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2330

7 વર્ષના બાળકની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા, બુલેટની ગતિથી દોડીને 100 મીટર રેસ જીતી, 4 વર્ષની ઊંમરથી જ છે સિક્સ પેક

  • પ્રકાશન તારીખ14 Feb 2019
  •  

સૌથી ઝડપી દોડવાની વાત જ્યારે આવે ત્યારે જમૈકાના રનર ઉસેન બોલ્ટનું નામ યાદ આવે છે. જોકે, સાત વર્ષના બાળક રૂડોલ્ફ ઇનગ્રામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ બાળક ચીત્તાની ઝડપે ટ્રેક પર દોડે છે.

ઇંસ્ટાગ્રામમાં રૂડોલ્ફના ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે. ઇંસ્ટાગ્રામમાં તેને લખ્યુ છે કે તે ત્રણ વખત AAU-All American અને 13.48 સેકન્ડમાં 100 મીટર રેસનો ચેમ્પિયન છે, તેનો દાવો છે કે તે ભવિષ્યમાંહેસમન ટ્રોફી (Heisman Trophy) પણ જીતશે. રૂડોલ્ફે જણાવ્યુ કે તેના પિતા કહે છે કે રેસમાં જીત્યા પહેલા તમારા મનમાં જીતવી જરૂરી હોય છે. હું રેસ શરૂ થયા પહેલા જ મનમાં નંબર-1 હોઉ છું.રૂડોલ્ફ પોતાની સાથે દોડનારા કોઇ પણ સ્પર્ધકને કેટલીક સેકન્ડમાં જ પાછળ છોડી દે છે. તમે પણ તેની સ્ફૂર્તિ અને ઝડપથી વાયરલ થઇ રહેલા વીડિયોને જોઇને અંદાજો લગાવી શકો છો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP