Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-628

ચિટીંગ કરવા માટે મહિલાએ અંડર ગાર્મેન્ટમાં સંતાડ્યું હતું હાઈટેક મશીન, પોલીસ પણ તેના મજૂરી કરતા પતિનું કારનામું સાંભળીને ચમકી

  • પ્રકાશન તારીખ03 Nov 2018
  •  

સરકારી નોકરીની લાલચ લોકોને કેવા કેવા પરાક્રમ કરાવે છે તેનો એક અજીબ કિસ્સો સામે આવ્યો હતો. રાજસ્થાનના ઝાલોરમાં યોજાયેલી શિક્ષકની ભરતી માટે પરીક્ષા આપવા આવેલી એક મહિલા કોપી કરે તે પહેલાં જ તપાસ સમયે જ ઝડપાઇ ગઈ હતી.મહિલાના અંડર ગાર્મેન્ટ્સમાંથી એક હાઈટેક ડિવાઈઝ નીકળી હતી જે જોઈને પોલીસ પણ ચમકી હતી કેમ કે મોબાઈલ જેવી દેખાતી તે વસ્તુમાં નહોતી સ્ક્રીન કે નહોતું કિપેડ માત્ર એક સ્પીકર જ હતું. પોલીસે બાદમાં વધુ સખ્તાઈથી પૂછપરછ કરતાં જ તેણે કાનમાંથી બ્લ્યુટૂથ પણ કાઢીને પોલીસને સોંપ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી. લોકોમાં આ કિસ્સાએ એટલા માટે ચર્ચા જગાવી હતી કેમ કે મહિલાનો પતિ મજૂરી કરે છે પણ પોતાની પત્નીને પરીક્ષામાં કોપી કરવા મળે તે માટે તેણે કેટલાક લોકો સાથે આઠેક લાખમાં સોદો કર્યો હતો. જો કે હજુ સુધી મહિલાએ એકપણ વ્યક્તિનું નામ આપ્યું નથી તો એ પણ નથી કહ્યું કે આ હાઈટેક ડિવાઈઝ ક્યાંથી લાવ્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP